તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલમાં પણ નવરાત્રીનો માહોલ જામશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં નવરાત્રીની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામા આવ્યો છે. નવસારીમાં બે મુખ્ય આયોજકો પૈકી સાંઈ ગરબા અને બૃહદ અનાવિલ સમાજની શિવાંજલીનું આયોજન પૂર્ણતાને આરે છે. જોકે આ વખતે વરસાદી માહોલ જોતા આયોજકોએ ખેલૈયાઓ ઉપર તેની અસર નહી થાય તેવો પ્રયાસ શરૂ કર્યો છે.

નવસારીમાં સાંઈ ગરબાના આયોજક જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ખેલૈયાઓને વરસાદી માહોલમાં પણ ગરબા રમવાની મજા પડે તેવું પ્લાનિંગ કર્યું છે. ઓરકેસ્ટ્રાને ડોમમાં રાખીને ગરબા રમવા ખેલૈયાઓ માટે લાલ જાજમ પાથરી તેના ઉપર ગરબા રમવાનું પ્લાનિંગ કર્યું છે. જેનાથી કાદવકીચડ પણ નહીં થાય, ઉપરાંત ખેલૈયાઓના વાહનો માટે પણ વ્યવસ્થા કરાઈ છે. તેમની એન્ટ્રી આ વખતે તીઘરાવાડી તરફથી રાખવામાં આવી છે. જ્યાં પાકો રસ્તો છે અને તેથી તેઓ સીધા ગ્રાઉન્ડ સુધી પહોંચી શકશે અને ગરબાનો આનંદ મેળવી માતાજીની આરાધના કરી શકશે. ઉપરાંત ભારે વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે અલાયદી જનરેટરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

બૃહદ અનાવિલ સમાજ દ્વારા બી.આર. ફાર્મમાં શિવાંજલી નવરાત્રી રંગેચંગે ઉજવવા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગરબામાં મુખ્ય આકર્ષણ રેમપની ગ્રુપ વડોદરા કે જેના મુખ્ય ગાયક બરોડા યુનિ.ના એન્જિ. કોલેજના પ્રા. રવિન નાયક છે તેઓ આકર્ષણ જમાવશે. આ ઉપરાંત શેરી ગરબાઓ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...