તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

33 લાખના ખર્ચે બનનારા એથાણ ગામના રસ્તાનું ખાતમુહૂર્ત સંપન્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપિયા 33 લાખના ખર્ચે બનનાર દાંડીરોડથી એથાણ ગામ થઇને ઓંજલ-માછીવાડ રોડને જોડતા રસ્તાની ખાતમુહૂર્તવિધિ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના હસ્તે કરવામાં આવી હતી.

દાંડીરોડ ઉપરના સોડીયાવડ થઇને એથાણ જતો અને ઓંજલ-માછીવાડ રોડને જોડતો 2.5 કિલોમીટર લંબાઇનો એથાણ ગામની જીવાદોરી સમાન રસ્તો ઘણાં સમયથી બિસમાર હતો, જેથી રસ્તાનું રિકાર્પેટીંગ થાય એવી માંગ ં ઉઠી હતી. ધારાસભ્ય આર.સી. પટેલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના થકી આ રસ્તાને મંજૂર કરાવ્યો હતો. રસ્તાની ખાતમુહૂર્તવિધિ એથાણના સરપંચ કલાબેન હળપતિ તથા આજુબાજુના ગામોના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ વચ્ચે આર.સી.પટેલના હસ્તે હરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ આગળ સંપન્ન થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી. અઢી કિલોમીટર અંતરનો 33 લાખના ખર્ચે બનનાર રસ્તામાં 1550 મીટર લંબાઇમાં 3.75 મીટર પહોળાઇમાં બી.યુ.એસ.જી.પેવર ફીનીસર તથા 2500 મીટર લંબાઇમાં 3.75 મીટર પહોળાઇમાં 25 એેમ.એમ.આસ્ફાલ્ટ પેઇન્ટીંગની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...