છાપરામાં પ્રિમોન્સુન કામગીરી અર્થે વરસાદી ગટરના ઢાંકણ ખુલ્લા રખાતા ભયજનક બન્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના છાપરા ગામમાં ગટર સાફ કરવા માટે છેલ્લા 10 દિવસથી સિમેન્ટના ઢાંકણ ખુલ્લા મુકેલા હોય ખાસ કરીને રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકો માટે ભયજનક બન્યા છે.

નવસારી શહેરને અડીને આવેલા છાપરા ગામના પ્રવેશદ્વારા પાસે જ કૈવલ્યધામ સોસાયટીની બાજુમાંથી પસાર થતા રોડ પાસે વરસાદી પાણીની ગટર આવેલી છે. ટૂંક સમયમાં ચોમાસાનો પ્રારંભ થનાર હોય પ્રિમોન્સુન કામગીરી માટે તેની સાફસફાઈ માટે 10 દિવસથી ગટરના સિમેન્ટના ઢાંકણ ખોલવામાં આવ્યા છે. આ ગટરના ઢાંકણ ખુલ્લા જ હોય વાહન ચાલકો અને રાહદારીઓ માટે ગટર ભયજનક બની છે. આ ખુલ્લી ગટર અંધારાના સમયે જોખમી બની રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ખુલ્લી ગટરને પરિણામે વાતાવરણમાં રાત્રિના સમયે દુર્ગંધ આવી રહી છે અને લોકો પરેશાન થઇ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર વરસાદી ગટરની સાફ સફાઈ જલદીથી સાફ થાય અને લોકોને પડતી તકલીફનું નિવારણ આવે તેવી માંગ ઉઠી છે.

છાપરા ગામે વરસાદી ગટરના ઢાંકણ ખુલ્લા હોય ભયજનક ભાસી રહી છે.

સમારકામ કરવાનું હોય કામગીરી અટકી
પ્રિમોન્સુનની કામગીરી માટે બે દિવસથી ઢાંકણ ખુલ્લા છે, જેના કારણે વરસાદી ગટરમાં સમારકામ કરવાનું હોય તેના કારણે કામગીરી અટકી છે. રાકેશ પટેલ, સરપંચના પતિ, છાપરા

અન્ય સમાચારો પણ છે...