વિજલપોરમાં ડ્રેનેજ ચોકઅપ થતાં ગટરનું પાણી વરસાદી કાંસમાં જમા

Navsari News - drainage of water drain in vijayalpara drainage of water in the rainy bronze 071014

DivyaBhaskar News Network

Jun 18, 2019, 07:10 AM IST
વિજલપોરમાં પશ્ચિમ બાજુએ જતી ડ્રેનેજ કોઈક જગ્યાએ ચોકઅપ થવાથી ગટરનું પાણી નવસારી કોટન મિલ સામેની કાંસમાં જમા થઈ રહ્યું છે.

વિજલપોર શહેરમાં પશ્ચિમ બાજુએ રોડની નીચેથી ડ્રેનેજ જાય છે. આ ડ્રેનેજમાંથી શહેરના અનેક વિસ્તારનું ગટરનું પાણી નવસારી કોટન મિલ થઈ નવસારીના સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ નદીમાં જાય છે. મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણેક દિવસ થઈ આ ડ્રેનેજ ક્યાંક ચોકઅપ થઈ ગઈ છે, જેના કારણે ડ્રેનેજનું પાણી બેક મારી કોટન મિલની સામેની વરસાદી કાંસની જગ્યામાં ભેગું થાય છે. જેને લઈને નજીકના રહીશોમાં બુમરાણ શરૂ થઈ છે.

વિજલપોર નગરપાલિકા ક્યાં ડ્રેનેજ ચોકઅપ થઈ તે શોધવા માટે મથામણ કરી રહી છે પરંતુ જગ્યા મળી રહી નથી. નહીંવત વરસાદ પડ્યો હોવા છતાં વરસાદી કાંસ ભરાઈ ગયો છે. મળતી માહિતી મુજબ મોટી ડ્રેનેજ હોવા છતાં કઈ રીતે ચોકઅપ થઈ તે પણ એક સવાલ છે.

ભૂવો કે ડ્રેનેજ તૂટવાથી સમસ્યા ઉભી થઇ ?

ડ્રેનેજની સમસ્યાનું કારણ જાણી ન શકાતા હવે ડ્રેનેજ તૂટી યા ભૂવો પડવાને કારણે સમસ્યા સર્જાયાની આશંકા પણ થઈ રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નવસારીના સ્ટેશન વિસ્તારમાં કે જ્યાંથી વિજલપોરની ડ્રેનેજ પસાર થાય છે ત્યાં ભૂવો પડ્યો હતો. જેથી ડ્રેનેજ અવરોધાય હતી. શું આ વખતે પણ ભૂવો યા ડ્રેનેજના ભંગાણથી જ સમસ્યા સર્જાય હશે ?

X
Navsari News - drainage of water drain in vijayalpara drainage of water in the rainy bronze 071014
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી