તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૉ. રવિએ 161 કલાકની અલ્ટ્રા રેસ 31 કલાક 24 મિનીટમાં પૂરી કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | ફિઝીયોથેરાપીસ્ટ અને નવસારી રનર્સ ગ્રુપના ફાઉન્ડર મેમ્બર તથા મેન્ટર ડો. રવિ શાસ્ત્રીએ સાપુતારામાં યોજાયેલી રનિંગની સમિટ-5માં 161 કિ.મી.ની અલ્ટ્રા રેસ 31 કલાક 24 મિનિટમાં પૂર્ણ કરી એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. આ રેસ 32 કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. તેમણે 2012માં 26 વર્ષની ઉંમરે રનિંગ શરૂ કર્યું હતું. તેમને ગુરૂ ડો. આશિષભાઈ કાપડિયા તરફથી રનિંગ કરવાની પ્રેરણા મળી હતી. અત્યારસુધી તેઓ 25, 50, 100 કિ.મી. આમ કુલ 6 અલ્ટ્રા રેસ પૂર્ણ કરી છે. તે ઉપરાંત તેમણે 30 હાફ મેરેથોન (21.1 કિ.મી.) અને 5 ફુલ મેરેથોન (42.2 કિ.મી.) ભાગ લઈ ચૂક્યા છે. નવસારી રનર્સ દ્વારા દર વર્ષે સમર રન બીટ ધ હિટ નામની હાફ મેરેથોન દોડનું આયોજન કરાય છે, જેમાં તેઓ રેસ ડાયરેકટર છે. આ ઉપરાંત નવસારી રનર્સ દ્વારા દર ગુરૂવારે અને રવિવારે ગ્રુપ રનનું પણ આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો