તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોલવણના TDO ઓફિસ જવા તૈયાર થયા અને અચાનક મૃત્યુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉનાઈ મંદિર નજીક આવેલા ખંભાલિયાના શ્રીરામ સોસાયટીના ભાડેના મકાનમાં રહેતા ડોલવણમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે બે વર્ષથી ફરજ બજાવતા જ્યોતિદ્રભાઈ ગુલાબભાઈ પટેલ (ઉ.વ. 53, હાલ રહે મસ્જિદ ફળિયા, ખંભાલિયા, તા. વાંસદા અને મૂળ રહે. અડદા, આહિરવાસ નવસારી) સવારે ખંભાલિયા ઘરે હતા. તેઓ શુક્રવારે સવારે ફરજ પર જવા નીકળતા પહેલા અખબાર વાંચતા હતા. તે દરમિયાન અચાનક તેમની તબિયત લથડતા બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંસદા હોસ્પિટલ ખાતે લઈ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યોતિન્દ્રભાઈ પ્રેશર અને સુગરની બીમારી હોવાની માહિતી સાંપડી હતી. આ વાતની ખબર ડોલવણ તાલુકા પંચાયત તથા આગેવાનો સહિત પરિવાજનો થતા વાંસદા હોસ્પિટલમાં ધસી આવ્યા હતા. સમગ્ર ડોલવણ તાલુકામાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે મૃતકના પુત્ર નિકુંજ પટેલે વાંસદા પોલીસ મથકે જાણ કરી હતી. મૃતક પત્ની અને એક પુત્ર-પુત્રી વિલાપ કરતા મુકી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો