તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુલેટ ટ્રેનની જમીનની માપણી કેસલીમાં શુક્રવારે ન કરવા દેવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લાનાં જે 28 ગામોમાંથી બહુચર્ચિત બુલેટ ટ્રેન પસાર થનાર છે. તેમાં ગણદેવીના કેસલી ગામનો સમાવેશ થાય છે. કેસલીમાં તો જિલ્લાનું એકમાત્ર સ્ટોપેજ આવવાનું છે. જોકે કેસલીમાં સ્ટેશનને ભારે વિરોધ છે અને જમીન સંપાદન પ્રક્રિયા અંતર્ગત જમીન માપણી થઇ શકી નથી. ગુરૂવારે જમીન સંપાદન વિભાગનાં અધિકારીઓએ અસરગ્રસ્તો સાથે બેઠક કરી હતી, જોકે અસરગ્રસ્તોએ કેસલીમાં બુલેટ ટ્રેનનું સ્ટોપેજ નહીં જ જોઇએ અને અન્યત્ર ખસેડવાની રજૂઆત કરી હતી સાથે બજારકિંમતને આધાર બનાવી વળતર ચૂકવવાની વાત પણ કરી હતી. શુક્રવારે કેસલીમાં માપણીનો કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો. જે અંતર્ગત માપણી કરવા સર્વેયર જતાં અસરગ્રસ્તોએ અધિકારીઓએ સાથે થયેલ બેઠકમાં માપણી કરવા અગાઉ તેમની માંગો સ્વીકારવાની કરેલી રજૂઆતની વાત કરી હોવાનું જણાવતા શુક્રવારે માપણી કરી ન હતી.

અન્ય સમાચારો પણ છે...