તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિણધઇ ગામમાં સિઝનલ ફલૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈને અડીને આવેલા સિણધઇ ગામમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નાયનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું ભીનાર દ્વારા તથા ભીનાર ગામના ગામીત સમાજના પ્રમુખ અલ્પેશભાઈ ગામીતના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ તથા સિઝનલ ફલૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિ.પં આયુર્વેદ દવાખાના ભીનારના વૈદ્ય ખ્યાતિબેન પટેલ અને સેવકે સેવા બજાવી હતી. આ કેમ્પનો 150 કરતા વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...