તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુબીર શબરીધામ સ્કૂલમાં બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | વિરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ધોરાજીયા તથા ટ્રસ્ટી જીતુભાઈ પટેલની તેમજ શબરીધામના સ્વામી અસીમાનંદજી, માજી ધારાસભ્ય વિજય પટેલ વગેરેની ઉપસ્થિતિમાં શબરીધામ ખાતે કુમારશાળામાં ધો. 1થી 6ના 124 બાળકોને દફતર, નોટબુક, ચિત્રપોથી વગેરે કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિરવાડી ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ 1 વર્ષ સુધી છાત્રાલયમાં રહેતા બાળકોને જ કઈ ચીજવસ્તુની ઘટ પડશે તે નવસારી વિરવાડી ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે એવી ખાતરી ઉચ્ચારી હતી. શબરીધામમાં સ્વામી અસીમાનંદજીની દેખરેખ હેઠળ આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાના આ બાળકોને શબરીધામમાં જ રાખી રહેવા જમવા સાથે શિક્ષણ પુરું પાડવામાં આવે છે. શબરીધામ સંચાલન સમિતિના વિજયભાઈ પટેલ અને સુબીરના કિશોરભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...