તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદા તા.પં.માં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા | નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયના આઇ પટેલના માર્ગદર્શન હેઠળ બુધવારે વાંસદા તાલુકા પંચાયત કચેરી ખાતે કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદિક ઔષધિ યુક્ત ઉકાળાનું વિતરણ તથા ફલૂ પ્રતિરોધક હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકના ટીડીઓ, તાલુકાના તમામ સરપંચ અને તલાટીઓ, તાલુકા પંચાયતના તમામ કર્મચારીએ આ ઉકાળાનો લાભ લીધો હતો. જિ.પં. આયુર્વેદ દવાખાના ભીનાર મેડિકલ ઓફિસર ખ્યાતિ પટેલ તેમજ પ્રતાપનગરના ફાલ્ગુની ચૌધરીએ તેમજ સરકારી હોમિયોપેથી દવાખાના વાંસદાના ડો. રોહિતે સેવા આપી હતી. મેડિકલ ઓફિસર દ્વારા કોરોના વાયરસથી બચવા માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 19થી 21મી સુધી વાંસદા ડેપો તેમજ કોટેજ હોસ્પિટલ વાંસદા તેમજ નવસારી જિલ્લાની સીએચસી ખાતે ઉકાળાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...