તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા 1 લાખની શૈક્ષણિક કિટનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પી. યુ. પટેલ પુરસ્કૃત કાંઠા વિભાગના ગરીબ કુટુંબના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે શૈૈક્ષણિક સત્ર વહેલું શરૂ થવાનું હોય તેવામાં બાળકોને સમયસર કીટ મળી રહે તે માટે પી. યુ. પટેલના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટ વિતરણની સાથે બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપતા શૈક્ષણિક પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં ધો-10 અને 12 પછીના અભ્યાસક્રમો માટેની વિદ્યાશાખાઓ અને ઓનલાઇન પ્રવેશ પદ્ધતિ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. શૈક્ષણિક કીટના દાતા પી. યુ. પટેલ દ્વારા એમ પણ જાહેરાત કરવામાં આવી કે કોઇપણ બાળક પૈસાના વાંકે અભ્યાસ ન છોડે. અને જો કોઇને પણ જરૂર પડે તો અચકાયા વગર મને જાણ કરશો અમે બનતી મદદ કરવા ખાતરી આપીએ છીએ.
અન્ય સમાચારો પણ છે...