તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું પોસ્ટર્સ પ્રદર્શન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારીની ખ્યાતનામ સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા વિદ્યાર્થીઓ-યુવાનો-શિક્ષકોના ઉત્કર્ષ માટે અનેક વિવિધ પ્રવૃત્તિઓ છેલ્લાં કેટલાયે વર્ષોથી મહાદેવ દેસાઇના વડપણ હેઠળ ચાલી રહી છે. સદર પુસ્તકાલયની આ પ્રવૃત્તિએ માત્ર ગુજરાત જ નહીં કિંતુ દેશભરમાં નવસારીનું નામ રોશન કર્યુ છે. આ સંસ્થાએ વિદ્યાર્થીઓ વાંચે, ઉંડો અભ્યાસ-મનન કરે તેમજ સંશોધન-સર્જનાત્મક વૃત્તિ ખીલે તેવો એક આગવો પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 28 જેટલી વિવિધ શાળાઓના 783 જેટલા વિદ્યાર્થીઓએ વાલી-શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિશિષ્ટ વ્યક્તિઓનાં સચિત્ર જીવન ચરિત્રોનાં 1420 પોસ્ટર્સ તૈયાર કર્યા છે. આ પોસ્ટર્સનું એક પ્રદર્શન તા.28.2.2019 થી તા.2.3.2019 સુધી સંસ્કારભારતી ટ્રસ્ટની શાળાના પટાંગણમાં યોજાનાર છે. આ અંગે પત્રકાર પરિષદમાં વિશિષ્ટ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ પ્રશાંતભાઇ પારેખ, ભૂતપૂર્વ પ્રમુખ અને આ પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા મહાદેવભાઇ દેસાઇ તથા મંત્રી ઉમાબેન ભટ્ટએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા છેલ્લાં દોઢેક વર્ષના અથાક પરિશ્રમ બાદ આ પોસ્ટર્સ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા છે. તા.28.2.2019 નાં રોજ સવારે 10 કલાકે સંસ્કારભારતી શાળા પરિસરમાં પ્રોજેક્ટનો સમાપન સમારોહ તથા પ્રદર્શનનો ઉદઘાટન સમારોહ ડો.અવધેશકુમાર સિંહ (ઓરો યુનિવર્સિટી, સુરતના કુલપતિ) નાં મુખ્ય મહેમાન પદે તથા નવસારી જિલ્લા શિક્ષણાધિકારી રોહિતકુમાર ચૌધરીના અતિથિ વિશેષ પદે યોજાનાર છે. પ્રદર્શન તા. 28.2.2019 થી તા. 2.3.2019 દરમિયાન દરરોજ સવારે 9 થી સાંજે 5.30 દરમિયાન ખુલ્લું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો