તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંભડા, ખુડવેલ અને મલવાડા ગામે દેવ દિવાળીનો મેળામાં જનમેદની ઊમટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી તાલુકાના ખાંભડા,ખુડવેલ અને મલવાડા ગામે દેવદિવાળીના મેળાનું આયોજન વર્ષોથી કરાતુ હોય છે ત્યારે આ મેળામાં તાલુકામાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જેમાં નાનાથી લઈ મોટા લોકોએ આ મેળાનો આનંદ ઉઠાવ્યો હતો.

ચીખલી તાલુકાના ખાંભડા, ખુડવેલ અને મલવાડા ગામે વર્ષોથી મેળો ભરાતો હોય છે. આ મેળામાં નાના છોકરાઓ માટે રમકડાથી લઈ મોટા લોકો માટે પણ અનેક વેરાયટીઓ વેચાતી હોય છે. જેની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવારો સાથે મેળામાં જતા હોય છે અને મેળામાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. તેની સાથે સાથે આ ગામોમાં આવેલ મંદિરોમાં પુજા અર્ચના પણ કરતા હોય છે. દેવ દિવાળીના ભરાતા આ મેળામાં ગ્રામ્ય વિસ્તારોના લોકો એકબીજાને મળી મિત્રો સાથે આનંદ ઉઠાવી મેળો માણતા હોય છે. આ મેળા થકી ગરીબ લોકોને રોજગારી પણ મળતી હોય છે.

ખાંભડા,ખુડવેલ અને મલવાડા ગામે મેળામાં ઉમટી પડેલા લોકો.

અન્ય સમાચારો પણ છે...