તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલીયાવાડી હળપતિવાસ જમીનને ગામતળની જમીનમાં ફેરવવા માંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલીયાવાડી સ્થિત જકાતનાકા પાછળનાં ભાગે આવેલ હળપતિવાસ સરકારી રેકર્ડ ઉપર હજુ સર્વે નં.26 માં સરકારી પડતર તરીકે જમીનનો રેકોર્ડ છે. જે સુધારણા કરી ગામ તળની જમીન તરીકે ફેરવવા માટે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. નવસારીનાં કાલીયાવાડી ખાતે હનુમાનજી મંદિર પાછળ (જકાતનાકા) હળપતિવાસ આવેલ છે. જેમાં 60થી વધુ આદિવાસી પરિવારો 70 થી વધુ વર્ષોથી પેઢી દર પેઢી રહે છે. આ જગ્યા ઉપર રહેતા આદિવાસી પરિવારોનાં નામ ગ્રામ પંચાયતમાં આકારણી તથા વેરા દફતરે ચઢી જવા પામેલ છે. વધુમાં સરકારી રેકર્ડ દફતરે કાલીયાવાડી ગામે સર્વે નં. 26માં સરકારી પડતર જમીન તરીકે રેકોર્ડ નોંધાયો છે. આ જમીન ગામ તળમાં ફેરવવામાં આવે તો સરકારી લાભો મળી શકે એમ છે. સરકારી યોજનાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અન્ય સરકારી યોજનાઓનો લાભ આદિવાસીઓને મળી શકે એમ છે. ગામતળની જમીનમાં ફેરવવા ઠરાવ પણ કર્યો હતો. આજે લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને ઉદ્દેશીને આવેદનપત્ર આપી ગામ તળની જમીનમાં નોંધ કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો