તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મમતા મંદિરના મૂકબધિર બાળકોએ 9 મેડલ મેળવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
7મો નેશનલ ખેલ મહાકુંભ 2019 (જુનિયર, સબજુનિયર) અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા એથ્લેટીકસ, વોલીબોલ જેવી સ્પર્ધા 25મીથી 31મી ડિસેમ્બર દરમિયાન કોચીકોડ કેરલ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમગ્ર ભારતભરના 25 રાજ્યોના મૂકબધિર બાળકોએ ભાગ લીધો હતો. ગુજરાતમાંથી 52 મૂકબધિર બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સ્વ. મહેશભાઈ કોઠારીની સંસ્થા માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત પ્ર.સ.કોઠારી બહેરા મૂંગા વિવિધલક્ષી વિદ્યાલય અને શ્રી મ.સ. કોઠારી મૂકબધિર મા. અને ઉ.મા. શાળા વિજલપોર નવસારીના 26 બાળકોએ ભાગ લીધો હતો. વોલીબોલ સ્પર્ધામાં 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મળી કુલ 9 મેડલ પ્રાપ્ત કર્યા હતા. વોલીબોલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની ટીમ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન થઈ હતી. ગુજરાતની રાજ્યની વોલીબોલ ટીમે ચેમ્પિયન ટીમે ટ્રોફી હાંસલ કરી હતી. મમતા મંદિરના મૂકબધિર બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી હરીફોને પરાસ્ત કરી ઝળહળતી સિદ્ધિ મેળવી નવસારી જિલ્લા તથા શાળા પરિવારને ગૌરવ અપાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો