તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડે. સરપંચ પર હુમલો કરનારની આગોતરા જામીન માટે અરજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી ના ચોવીસી ગામે ગત 1લી એપ્રિલે કોંગ્રેસી કાર્યકર સંકેત ગોહિલે તેના મિત્રની દુકાન ઉપર માળ બાંધવાના મામલે ડેપ્યુટી સરપંચ ઉપર હુમલો કરી ભાગી ગયો હતો. આ ઘટનામાં આરોપી સંકેત ગોહિલે નવસારી કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હોવાની માહિતી મળી છે.

નવસારીના ચોવીસી ગામે પોતાના મિત્રની દુકાનની ઉપર માળ બાંધવા માટે પરમિશન માટે અરજી આપ્યાના બીજા જ દિવસે સંકેત ગોહિલ ચોવીસી ગ્રા.પં. પાસે આવ્યો હતો અને પરમિશન કેમ આપતા નથી. આ બાબતે ત્યાં ઉપસ્થિત ડેપ્યુટી સરપંચ ઉમેશ પટેલ પર હુમલો કરીને આંખે ઇજા કરીને ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ પોલીસે હુમલાખોર સંકેત ગોહિલની અટક કરવા માટે તેના ઘરના આંટા ફેરા કરવાની નોબત આવી હતી પરંતુ તે હજુ પકડાયો ન હતો.

ગુરૂવારે તપાસ કરતાં પોસઇ એસ.બી.ટંડેલને પૂછતા તેમણે જણાવ્યુ કે ચોવીસી ગામના ડેપ્યુટી સરપંચ ઉપર હુમલો કરનાર સંકેત ગોહિલ જામીન પર છૂટવા માટે નવસારી કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા છે. જેનો નિર્ણય આવ્યા બાદ જ વધુ કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...