તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદા તાલુકાના યાત્રાધામ ઉનાઈ મંદિરે ભક્તોની ભીડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનઇ| વાંસદા તાલુકાના યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિરે દેવ દિવાળીને લઈ દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વાંસદાના યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર પર દેવદિવાળી પર્વને લઈ સાપુતારા શિરડી તથા મહારાષ્ટ્ર તરફ જતા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરી ગરમ કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. આમ દિવાળીથી લઈ આજે દેવ દિવાળી સુધી દરરોજ અંદાજિત 5 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. દિવાળીના વેકેશનને લઈ મહારાષ્ટ્ર તરફ જતા પગપાળા યાત્રીઓ પણ ગરમ કુંડમાં સ્નાન કરી માતાજીના દર્શન કરી આગળ પ્રસ્થાન કરે છે. આજે દેવદિવાળીને લઈ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો

અન્ય સમાચારો પણ છે...