તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌ સેવા મિત્ર મંડળ 2500 કિ.ગ્રા લાડુ મૂંગા પશુઓને ખવડાવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારીમાં ગૌસેવા મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ 2500 કિગ્રા લાડુ મૂંગા પશુઓ માટે બનાવ્યા છે. આ બાબતે માહિતી આપતા જૈન અગ્રણી અલ્પેશ દોશીએ જણાવ્યું કે છેલ્લા 14 વર્ષથી અમારા મિત્ર મંડળ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિતે લાડુ બનાવામાં આવે છે અને તેનું વિતરણ નવસારી જિલ્લામાં આવેલા પાંજરાપોળમાં જઈને મૂંગા પશુઓને ખવડાવામાં આવે છે. આ વર્ષે પણ 2500 કિગ્રા લાડુ સ્થાનકવાસી જૈન વાડીમાં બનાવવામાં આવ્યા છે. 12મી જાન્યુઆરીના દિવસથી અલગ અલગ પાંજરાપોળમાં જઈને ગૌસેવા મિત્ર મંડળનાં મિત્રો જાતે જઈને મૂંગા પશુઓને ખવડાવશે. નવસારીમાં ગૌસેવા મિત્ર મંડળ દ્વારા વાર તહેવારે મૂંગા પશુઓનાં કલ્યાણ માટેનાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. તેઓ ઉનાળામાં પશુ અને પંખીઓ માટે પાણી માટેનાં કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરે છે. આ વર્ષે પણ 3000થી વધુ માટીનાં કુંડાનું વિતરણ કરાયું છે. આ કુંડા વિનામૂલ્યે મેળવવા અલ્પેશ દોશી શાંતાદેવી રોડ ખાતે સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો