તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટન મિલ ચાલમાં પાડોશી બાખડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી માં સ્ટેશન રોડ પર આવેલ કોટન મિલ ખાતે આવેલી ચાલમાં રહેતા પાડોશીઓ બાખડ્યા હતા. જેમાં એક મહિલાને લાકડા વડે હુમલો કરતાં ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની વધુ તપાસ પોસઈ એચ.ડી.વાઘેલા કરી રહ્યા છે.

નવસારીના દરભંગા મિલ ખાતે આવેલી કોટન મિલની ચાલમાં કાસમ શેખ તેના સસરાના ઘરમાં રહે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ઉધના ખાતે કામ કરે છે અને તેના સસરા નનકાઇ સિંહ કોટન મિલમાં કામ કરતાં હોય કંપનીએ તેમને રહેવા માટે ઘર આપ્યું હતું. જેમાં તેઓ રહેતા હતા, તેમના સસરા તેમના વતન ઉતર પ્રદેશ જવાના હોય તેમનું મકાન એમ જ પડ્યું હોય તેઓ વિજલપોર ખાતેથી ભાડેનું ઘર ખાલી કરીને તેમના સસરાના રૂમમાં રહેવા આવ્યા હતા.

તેમની બાજુમાં રહેતા પ્રેમપ્રકાશ દુબેએ તેમની પત્ની સાયરા ઉર્ફે સવિતા ઘરે હતી ત્યારે તેમને જણાવ્યુ કે તમે પણ તારા પિતાજી સાથે ઉત્તરપ્રદેશ ચાલ્યા જાવ ત્યારે સાયરાએ જણાવ્યું કે આ મકાન મારા પિતાજીનું છે અમો જવાના નથી તેમ કહ્યું હતું. તેથી પડોશી પ્રેમપ્રકાશ દુબેને ખોટું લાગ્યું હતું. જેથી તેણે અચાનક ગાળો આપીને લાકડું લાવીને સાયરાના હાથે અને પગ ઉપર ફટકા મારી દીધા હતા. જેથી તેને આંતરિક ભાગે દુ:ખવા લાગતાં તેને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ઘટનાની ફરિયાદ નવસારી પોલીસ મથકે નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...