તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેકેશનમાં ધો. 7થી 9 અને 11ના છાત્રોને ઘરે બેઠા ટેલિવિઝનનાં માધ્યમથી અભ્યાસ કરાવાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યભરમાં કોરોના સામે સાવચેતી રાખવા આગામી 29 માર્ચ સુધી શાળા-કોલેજોમાં વેકેશન જાહેર કરાયું છે ત્યારે છાત્રોનાે અભ્યાસ ન બગડે તે હેતુથી રાજ્ય સરકારે નવતર પ્રયોગ હાથ ધરી શાળા-શિક્ષણ પ્રાદેશિક ચેનલ્સ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુરૂં પાડવાનો અભિગમ અપનાવ્યો છે. આ રીતે અભ્યાસની પહેલ કરનારૂ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.

રાજ્યની શાળાઓના ધો.7 થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન કરાવવાનું ગુરૂવારે તા. 19 માર્ચથી શરુ કરાયું છે અને આગામી 28 માર્ચ સુધી દરરોજ આ પ્રકારે 1-1 કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે. ધોરણ-7 થી 9માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે તેમજ ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ નિષ્ણાંત શિક્ષકો કરાવશે.

ધો.7 ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ ન્યૂઝ-18 ગુજરાતી ચેનલ પરથી બપોરે 12 થી 1, મંતવ્ય ચેનલ પરથી બપોરે 3થી 4 અને જીટીપીએલ ચેનલ પરથી બપોરે 11-30 થી 12-30. ધો.8ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ વી-ટીવી પરથી બપોરે 3 થી 3, ઝી-24 કલાક પરથી બપોરે 11થી 12 અને વી-આર લાઇવ પરથી સાંજે 5 થી 6. ધો.9ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ એપીબી અસ્મિતા પરથી બપોરે 2 થી 3, જીએસટીવી પરથી સાંજે 4 થી 5 અને નિર્માણ ન્યૂઝ પરથી સાંજે 5 થી 6 દરમિયાન અપાશે.

ધો.11માં ક્રમશ: કેમેસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજીના વિષયોનું રિવીઝન-શિક્ષણ ટીવી-9 પરથી બપોરે 12-30 થી 1 અને 3-30 થી 4 સુધી, સંદેશ ન્યૂઝ ચેનલ પરથી બપોરે 3થી 4, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પરથી બપોરે 4 થી 5 અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ પરથી બપોરે 3 થી 4 દરમિયાન અપાશે. જે પ્રાદેશિક ચેનલો ધો.11ના વિષયોનું રિવીઝન-શિક્ષણ આપવાની છે તે ચેનલ તા. 27 માર્ચના રોજ ધોરણ-11ના મેથ્સના વિષયનું રિવીઝન-શિક્ષણ અને તા. 28 માર્ચે એકાઉન્ટન્સીનું રિવીઝન-શિક્ષણ અપાશે. આમ વિદ્યાર્થીઓને ઘેર બેઠા ટીવી ચેનલના માધ્યમથી ભણાવવાની વ્યવસ્થા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...