કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલની પ્રોપર્ટી 3.14 કરોડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલે બુધવારે ફોર્મ ભરતી વેળા પોતાની તથા પરિવારની પ્રોપર્ટી કુલ રૂ. 3.14 કરોડની જાહેર કરી છે.

નવસારી બેઠકના કોંગી ઉમેદવારે પોતાના ફોર્મ સાથે જે પ્રોપર્ટી જાહેર કરી છે. તેમાં પોતાની સ્થાવર મિલકત 1.78 કરોડ, જંગમ મિલકત 79 લાખ મળી કુલ રૂ. 2.57 કરોડની જાહેર કરી છે. આ ઉપરાંત તેમની પત્નીની પ્રોપર્ટી 43 લાખ અને પુત્રના નામે થાપણની 14 લાખ મળી પોતાના સહિત પરિવારની કુલ પ્રોપર્ટી રૂ. 3.14 કરોડની જાહેર કરી છે. પ્રોપર્ટી સામે પરિવારની કુલ જવાબદારી માત્ર 16 લાખ રૂપિયા જ દર્શાવી છે. અહીં નોંધનીય છે કે સોગંદનામામાં જણાવ્યા મુજબ ધર્મેશ પટેલ સામે કોઈ જ ગંભીર ગુનો નોંધાયો નથી અને લગભગ ચોખ્ખી સ્લેટ છે. ધર્મેસ કોલેજનું પગથિયુ ચઢ્યા છે અને ટીવાય બીકોમ નાપાસ તેમનો અભ્યાસ છે.

5 વર્ષના રિટર્ન
વર્ષ ઈન્કમ

2013-14 5.70 લાખ

2014-15 5.37 લાખ

2015-16 4.54 લાખ

2016-17 8.64 લાખ

2017-18 7.79 લાખ

5 વર્ષમાં વધારો 2.09 લાખ

પત્નીના રિટર્ન
વર્ષ ઈન્કમ

2013-14 3.24 લાખ

2014-15 3.70 લાખ

2015-16 4.10 લાખ

2016-17 4.56 લાખ

2017-18 4.51 લાખ

સોગંદનામામાં દર્શાવેલી વિગતો
વિગત કિંમત (રૂ.)

હાલ ઉપરની રોકડ 4.88 લાખ

શેરોમાં રોકાણ 62.79 લાખ

વાહન-2 22.40 લાખ

ઝવેરાત 4.50 લાખ

એનએસએસમાં રોકાણ 63.79 લાખ

કૃષિની જમીન 33.97 લાખ

કુલ સ્થાવર મિલકત 79.95 લાખ

ધર્મેશ પટેલની મિલકત 2.57 કરોડ

પત્નીની નામે રોકડ 5.87 લાખ

પત્નીની ઝવેરાત 7.50 લાખ

પત્નીની જંગમ મિલકત 35.62 લાખ

પત્નીની સ્થાવર મિલકત 8.86 લાખ

પત્નીની કુલ પ્રોપર્ટી 43 લાખ

પુત્રોના નામે પ્રોપર્ટી 15 લાખ

પરિવારની કુલ પ્રોપર્ટી 3.14 કરોડ

7, 79, 000
4, 51, 000
અન્ય સમાચારો પણ છે...