તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંભડા વિવાદમાં સામાજીક કાર્યકરને મેજિસ્ટ્રેટે સમન્સ પાઠવતા કલેકટરને ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીના ખાંભડા ગામે 7 એપ્રિલે સાંસદની પ્રચાર સભા દરમિયાન ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો વચ્ચે કેટલાંક પ્રશ્નો બાબતે ઘર્ષણ થયું હતું. જેમાં સાંસદે પોતાની સભા વહેલા પૂરી કરીને જવું પડ્યું હતું. આ ઘટનામાં પોલીસ અને નોડલ અધિકારી દ્વારા ગામના એક અગ્રણી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીને સમન્સ પાઠવ્યો હતો. આ સામાજીક કાર્યકરે મંગળવારે કલેક્ટરને એક ફરિયાદ કરીને નોડલ અધિકારીને જાણ કરી હોવા છતાં આ બાબતે કોઈ પગલાં ન લેતા બંને અધિકારીઓની બદલી કરવા માંગ કરી હતી.

સુભાષ પટેલે મંગળવારે આ બાબતે કલેકટરને ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે 7 એપ્રિલે સભા થનાર હોય તે બાબતે એક દિવસ અગાઉ નોડલ ઓફિસરને જાણ કરી હતી કે અમારા ગામમાં સંઘર્ષભર્યું વાતાવરણ હોય સભા થવા દેશો નહીં પરંતુ નોડલ અધિકારી અને પોલીસ દ્વારા કોઈ પણ પગલાં લેવાયા ન હતા. 8 એપ્રિલે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી જેની અદાવત રાખીને નોડલ અધિકારી અને પોલીસે કોર્ટને ગેરમાર્ગે દોરતી રજૂઆત કરી હતી. જેથી તેમને સમન્સ પાઠવાયું હતું. ઉપરાંત નોડલ અધિકારી અને પીઆઈની તાત્કાલિક બદલી કરવા માંગ કરી હતી.

પોલીસને ઘટનાની જાણ કરવી તે ગુનો છે?
ગામમાં સંઘર્ષ ચાલતો હોય અને સભા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે નોડલ અધિકારી તથા પોલીસને જાણ કરીને આ સભા અટકાવવા કહ્યું હતું પરંતુ તેઓએ કોઈ નોંધ ન લેતા આ ઘટના બની હતી. જેમાં સુભાષ પટેલે નોડલ અધિકારીને અગાઉથી માહિતી આપી હતી અને ગુનો અટકાવવા જાણ કરવી તે ગુનો છે. જો આવી જાણ કરવી ગુનો બનતો હોય તો એની અમો જાણ જ ન કરીએ. જોકે મેજીસ્ટ્રેટની કોર્ટમાં જવાબ રજૂ કરી દીધો છે. પરેશ વાટવેચા, ફરિયાદીના વકીલ

અન્ય સમાચારો પણ છે...