તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં પાણીની સમસ્યા વિકટ બની છે ત્યારે ઘણા વિસ્તારોના લોકો નગરપાલિકાની ઓફિસે પાણી બાબતે આવી ચુક્યા છે. શનિવારે વસંત વિહાર સોસાયટીના લોકો પાણીની સમસ્યા અર્થે વોટર વર્કસ ચેરમેન ત્રિભુવન ચાવડાની મુલાકાત લીધી હતી અને રજૂઆત કરી હતી. સ્થાનિક નગર સેવક ધવલકીર્તિએ પાણી એક કલાક માટે આપો પરંતુ ફોર્સથી આપો તો પાણી દરેક વિસ્તારમાં પહોચી શકે અને નવી લાઈન નાંખવી એ સમસ્યાનો હલ ન કહેવાય એમ જણાવીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ અંગે ત્રિભુવન ચાવડાએ ઘટતું કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...