તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભટ્ટાઇમાં જાતિવિષયક અપશબ્દો કહેતા એટ્રોસિટીની ફરિયાદ દાખલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીનાં ભટ્ટાઇ ગામે રહેતા આદિવાસીને તેના વડીલોપાર્જિત જમીનમાં રહેતા હોવા છતાં ઘર ખાલી કરવા માટે કોર્ટ કચેરીની ધમકી આપી જાતિ વિષયક અપશબ્દો કહેતા ભટ્ટાઇનાં શખ્સ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી.

ભટ્ટાઇ ગામે રહેતા દિલીપ દિનેશ હળપતિએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ નવા ફળિયામાં વર્ષોથી તેમના વડીલોપાર્જીત જમીનમાં ઘર બાંધી રહેતા આવ્યા છે. 8મી જાન્યુઆરીએ બપોરના સમયે ગામમાં રહેતા ગુલામમહમદ આકુજી પટેલએ તેમને કહ્યું કે બ્લોક નંબર 19માં આવેલ જમીનમાં કેમ દવા છાંટી છે તે જમીન અમારી છે, તેમજ તમે જગ્યા વધારી તો કોર્ટમાં જઈને ઘરનાં છાપરા કઢાવીને બેઘર કરી નાખવાની ધમકી આપી હતી. જેથી દિલીપભાઈએ જણાવ્યું કે અમે સ્થાનિક આદિવાસી છે મૂળ નિવાસી છે, તમે બહારથી આવેલા છો. આ બાબતે બંને વચ્ચે વાદવિવાદ થતા દિલીપ હળપતિને ગુલામમહમદે જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. આ બાબતે મોબાઈલમાં રેકોર્ડીંગ કરી લીધું હતું અને ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો