તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા સામૂહિક સુંદરકાંડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જય સીયારામ પરિવાર કુરેલ પુલવામાં શહીદ થયેલા 42 શહીદ સૈનિકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પવા માટે સ્વખર્ચે વિવિધ સ્થળોએ જઇને સામુહિક સુંદર કાંડનો નિ:શુલ્ક સંગીતમય પાઠ કરે છે. આજ સુધીમાં અલગ અલગ જગ્યાએ 6 સ્થળોએ સુંદર કાંડના સામુહિક પાઠ કર્યા છે. નવસારી ગ્રીડ વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીના રહીશ સાધનાબેન રાજુભાઇ પટેલ તથા મહિલા મંડળના સથવારે રાત્રે 8 થી 10 સુધી સુંદરકાંડનો પાઠ કરાયો. સોસાયટીનાં રહીશોએ વીર શહીદોની તસ્વીરને પુષ્પાંજલિ અર્પી મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી હતી. કુરેલ રામજી મંદિર તથા જલારામ મંદિર બારડોલીના પટાંગણમાં વિવિધ વર્ગોનાં લોકોનાં સમૂહ વચ્ચે કુરેલ જયસીયારામ પરિવારનાં 20 જેટલાં સભ્યોએ સુંદરકાંડનો પાઠ કર્યો હતો. તા. 8 માર્ચ-2019 સુધી દરરોજના સુંદર કાંડના સામુહિક પાઠ નોંધાઇ ચૂક્યા છે. આપ આપના વિસ્તારમાં સૈનિકો સામુહિક પાઠ કરાવવા ઇચ્છતા હો તો કુરેલના નરેન્દ્રસિંહ ઠાકોર-9924253129 પર નોંધ કરાવવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો