ઉનાઈમાં રવિવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ પંથકમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહેતાં ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, બપોર પછી વાતાવરણમાં ઉઘાડ પડતા ગરમીના કારણે લોકોને બફારો થવા પામ્યો હતો. ઉનાઈ તેમજ તેની આજુબાજુના પંથકમાં રવિવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતાં વરસાદ પડવાની સંભાવના વર્તાઈ રહી હતી. વાદળછાયુ વાતાવરણ સાથે વરસાદ પડવાની સંભા‌વાના સર્જાતા કેરીના વેપારીઓ તેમજ ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી. જોકે દિવસ દરમિયાન વાદળછવાયા વાતાવરણ બાદ બપોર પછી વાતાવરણ ખુલ્લું થતાં વાતાવરણમાં બફારાના કારણે ગરમીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. બફારાને કારણે સ્થાનિકો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...