તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાદળછાયું વાતાવરણ, વધુ વાદળ રહે તો કેરીને નુકસાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી પંથકમાં બુધવારે દિવસ દરમિયાન અવારનવાર વાતાવરણ પલટાઇ ‘વાદળછાયું’ બન્યું હતું જેથી કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતાં.

આજે બુધવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા વાદળો છવાયા હતાં. સવારે જ નહીં આખા દિવસ દરમિયાન અવારનવાર વાદળછાયું વાતાવરણ બન્યું હતું. હાલનાં સમયે આંબાના ઝાડ ઉપર આમ્રમંજરી (મોર) ફૂટી રહ્યાં છે ત્યારે જ વાદળછાયું વાતાવરણ બનતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતાં. જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરાએ જણાવ્યું કે ‘આજના એકાદ દિવસ વાદળછાયા વાતાવરણથી વધુ ફર્ક ન પડે પરંતુ અવારનવાર આવું વાતાવરણ રહેતો આંબામાં ફુગજન્ય રોગ થવાની શક્યતા છે.’ બુધવારે સવારે તાપમાન 15.5 ડીગ્રી રહ્યાં બાદ બપોરે 29 ડીગ્રી થતા ઠંડક રહી હતી. ભેજનું પ્રમાણ સવારે 86 ટકા અને બપોરે 49 ટકા હતું. પવન 4 કિલોમીટરની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશાએ ફૂંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો