Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિજલપોરથી રેલવેયાર્ડ થઈ નવસારી જતો માર્ગ બંધ
ફ્રેઈટ કોરિડોર ની યોજનાનું કામ શરૂ થતાં હવે વિજલપોર ફાટક પૂર્વથી રેલવે યાર્ડ થઈ નવસારી જવાનો માર્ગ બંધ થઈ ગયો છે.
વિજલપોરથી નવસારી જવાના એકથી વધુ માર્ગ છે, જેમાંનો એક માર્ગ વિજલપોર રેલવે ફાટક પશ્ચિમથી રેલવે યાર્ડ થઈ પણ જવાનો હતો. આમ તો આ માર્ગ રેલવે પરિસરમાંથી પસાર થતો હતો પરંતુ લોકો તેનો ઉપયોગ કરતા હતા. જોકે યાર્ડમાં કેટલાક બાંધકામ થતા કેટલાય સમયથી આ માર્ગનો ઉપયોગ ઘટી જરૂર ગયો હતો. હવે માર્ગનો ઉપયોગ સદંતર બંધ થવાની વકી છે .
અહીં ઉલ્લેખનીય છે કે ડી એફ સી સી ની ફ્રેઈટ કોરિડોરની યોજના અંતર્ગત રેલવે વધુ બે રેલ લાઈનો નાખી રહી છે. આ કામ અનેક જગ્યાએ પુરજોશમાં ચાલી રહ્યું છે. હવે વિજલપોર રેલવે ફાટક નજીક પૂર્વ બાજુએ પણ હાલ શરૂ કરી દેવાયુ છે. આ કામ શરૂ થતાં હવે વિજલપોરથી રેલવે યાર્ડ થઈ નવસારી તરફ જતો માર્ગ બંધ થઈ ગયો છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે અહીંના રેલવે યાર્ડનો પણ ભૂતકાળમાં માલસમાન માટે ઉપયોગ થતો હતો, જે પણ અનેક વર્ષોથી બંધ થઈ ગયો હતો.
રેલવે યાર્ડની જગ્યામાં ડીએફસીસીની લાઈનનું કામ