નવસારીનું ટાટા તળાવ ભરવા છેલ્લી ઘડીએ સફાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી શહેરમાં પાણીની સમસ્યા વકરી છે. ઉકાઈ કેનાલનું પાણી અપુરતૂ મળતાં પાણી કાપ મૂકવાની ફરજ પાલિકાને પડી છે. ચોમાસા અગાઉ નહેરનું હાલનું છેલ્લું રોટેશન છે. આ સ્થિતિમા પાણીની તંગી ન પડે તે માટે નહેરનાં પાણીનો વધુ સ્ટોરેજ તળાવોમા કરવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે. પાલિકાએ જિલ્લા પ્રભારી ગણપત વસાવા સમક્ષ નહેરનાં પાણીથી શહેરનાં બે નહીં ચાર તળાવ ભરી આપવાની માંગ પણ કરી છે.

તળાવ પડતર છે, જેનાં કારણે વનસ્પતિ ઊગી નીકળી છે અને કચરો પણ છે. હવે નહેરનું પાણી ભરવા છેલ્લી ઘડીએ સાફસફાઈ હાથ ધરાઈ છે. આજે તળાવમા સફાઇ કરતા મશીન જોવા મળ્યા હતાં. તળાવની પારની મરામત પણ કરાતી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...