તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાંગ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ/ફાનસ તથા ચાઇનીઝ કે પ્લાસ્ટિકની પતંગ દોરીના ઉપયોગ અંગે પ્રતિબંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | ડાંગ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, ડાંગ જિલ્લામાં આગામી ઉત્તરાયણના તહેવાર સહિ‌તના વાર/તહેવારો દરમિયાન ઉપયોગમાં લેવાતા ચાઇનીઝ તુક્કલ/ફાનસ, તેમજ ચાઇનીઝ માંજો/પ્લાસ્ટીકની દોરીના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પ્લાસ્ટીક/ચાઇનીઝ માંજા/દોરી સહિ‌ત ચાઇનીઝ તુક્કલ/ફાનસને કારણે મનુષ્ય સહિ‌ત પશુપંખી, અને પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થાય છે. તથા આગજની જેવા બનાવને કારણે જંગલ વિસ્તારમાં જાનમાલને પણ વ્યાપક નુકશાન થવાની સંભાવનાઓ રહેલી છે. જે ધ્યાને લેતા અગમચેતીના ભાગરૂપે આવી ચીજવસ્તુઓના વપરાશ ઉપર કે વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત સમગ્ર ડાંગ જિલ્લામાં ઇલેક્ટ્રીક રકમડા, ડ્રોન કેમેરા, સ્કાય લેન્ટ‌ર્સ સહિ‌ત હાનિકારક રીતે તૈયાર કરાયેલી ચીજવસ્તુઓના ઉપયોગથી પતંગ ચગાવવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. 25મી જાન્યુઆરી સુધી જારી આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ સૂચના આપવામાં આવી છે, જેની નોંધ જિલ્લાના પ્રજાજનોને લેવા અનુરોધ કરાયો છે. આ જાહેરનામું સમગ્ર ડાંગ જિલ્લાના મહેસૂલી વિસ્તાર સહિ‌ત ગિરિમથક સાપુતારાના નોટીફાઇડ વિસ્તારમાં પણ લાગુ પડશે.

અન્ય સમાચારો પણ છે...