તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાકભાજી તાેલવાના કાંટાથી બાળકોને તોલાયા...

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી જિલ્લામાં 0થી 5 વર્ષના બાળકોમાં 2900 બાળકો કુપોષિત છે. આ કુપોષિત બાળકોમાં પણ 550થી વધુ ‘અતિકુપોષિત’ હોવાનું બહાર આવ્યું છે.

તાજેતરમાં રાજ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલો તથા અન્ય હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ થઈ રહ્યાની જાણકારી બહાર આવી હતી. આમાં એક કારણ બાળકોના કુપોષણનું પણ હોવાનું કહેવાય છે. આ બાબતો વચ્ચે અહીંના નવસારી જિલ્લામાં પણ કુપોષિત બાળકોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળે છે. આંકડાકીય વિગતો જોઈએ તો નવસારી જિલ્લામાં હાલ 0થી 5 વર્ષના જે 64355 બાળકો નોંધાયેલા છે તેમાં 2900 જેટલા બાળકો કુપોષિત છે. આ કુપોષિત બાળકોમાં પણ 569 બાળકો અતિકુપોષિત હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય વાત એ છે કે આદિવાસી બહુસંખ્યક ચીખલી, ખેરગામ તાલુકામાં જ્યાં કુપોષિત બાળકો અઢી ટકા જ છે ત્યાં પ્રમાણમાં વિકસિત કહેવાતા નવસારી તાલુકામાં 7.6 ટકા બાળકો છે.

કુપોષિત બાળકોની સંખ્યાની ટકાવારી નવસારી જિલ્લામાં બદલાતી રહી છે. છેલ્લા 4 વર્ષની ટકાવારી જોઈએ તો કુપોષિત બાબતે 2016માં 1.6 ટકા, 2017માં 1.4 ટકા, 2018માં 2.4 ટકા હતા, ત્યાં હાલના છેલ્લા વર્ષમાં 2 ટકા વધી ટકાવારી 4.5 ટકા થઈ ગઈ છે. ચાલુ સાલ કુપોષિત બાળકોની ...અનુસંધાન પાના નં. 3

 એક્સક્લુઝીવ
0થી 5 વર્ષની વયના 4.5 ટકા બાળકો કુપોષિત, તેમાં 569 બાળકો અતિકુપોષિત છે
ઉંમર, વજનની સાથે હવે ઉંચાઈ ધ્યાને લેવાતા એક વર્ષમાં 2 ટકા કુપોષણની ટકાવારી વધી
જિલ્લામાં 2900 બાળકો કુપોષિત નવસારી તાલુકામાં સૌથી વધુ 7.6 %
ચીખલી - ખેરગામમાં માત્ર 2.5 ટકા તો ‘વિકસિત’ નવસારી તાલુકામાં 7.6 ટકા કુપોષણનો દર
આદિવાસી ત્રણ તાલુકામાં દૂધ સંજીવની હેઠળ અપાતું દૂધ, કુપોષણ નક્કી કરવા બાળકોનું કરાતુ વજન, ઉંચાઈ.

3 તાલુકામાં દૂધ યોજના માટે રજૂઆત કરીશું
બાકી રહેલા ત્રણ તાલુકા નવસારી, જલાલપોર અને ગણદેવીમાં પણ દૂધ સંજીવની યોજના લાગુ કરવા અમે ચર્ચા કરી છે અને એ દિશામાં રજૂઆત કરી ત્યાં પણ યોજના લાગુ થાય તેવા પ્રયત્નો કરીશું. ડો. અમિતા પટેલ, પ્રમુખ, નવસારી જિ.પં.

‘ઉંચાઈ’ ધ્યાને લેવાતા સંખ્યા વધી
‘દૂધ સંજીવની યોજના’થી આદિવાસી વિસ્તારમાં ફાયદો
જિલ્લાના આદિવાસી બહુસંખ્યક તાલુકા ચીખલી, ખેરગામ અને વાંસદામાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટી છે. આ ઘટવાનું એક મહત્ત્વનું કારણ સરકારની ‘દૂધ સંજીવની’ યોજના છે. આ યોજના અંતર્ગત ઉક્ત ત્રણ આદિવાસી તાલુકામાં બાળકોને નિયમિત ‘દૂધ’ અપાઈ છે. જિલ્લાના પોષણક્ષમ આહારને લઈ ફાયદો થયો છે. જોકે જિલ્લાના અન્ય ત્રણ તાલુકામાં આ યોજના નથી.

ઉંમર, વજનની સાથે ‘ઉંચાઈ’ પણ હવે ધ્યાનમાં લેવાતી હોય કુપોષિત બાળકોની સંખ્યા વધી છે. આપણા બાળકો પ્રમાણમાં ‘ઠીંગણા’ હોય છે. દૂધ સંજીવની યોજનાની ત્રણ આદિવાસી તાલુકામાં સારી અસર થઈ છે, કારણ કે દૂધ એ સંપૂર્ણ ખોરાક છે. કુપોષણ ઘટાડવા વધુ પોષણક્ષમ આહાર આપવા સહિત અનેક પગલાં લેવાય છે. આપણો રાજ્યમાં કુપોષિત દરમાં ચોથો-પાંચમો નંબર છે. કુસુમબેન પટેલ, પ્રોગ્રામ ઓફિસર, સંકલિત બાળ વિકાસ યોજના, નવસારી

તાલુકાવાર કુપોષણની સ્થિતિ
તાલુકો કુપોષિત બાળકો ટકાવારી

નવસારી 755 7.6

જલાલપોર 695 5.84

ગણદેવી 251 2.44

ચીખલી -ખેરગામ 526 2.5

વાંસદા 676 4.48

નવસારી જિલ્લો 2903 4.5

કુપોષિત બાળકો માટે લાલ, પીળા કાર્ડ
કુપોષિત બાળકો માટે સરકાર લાલ, પીળા, લીલા કલરના કાર્ડ દર્શાવાય છે. તંદુરસ્ત બાળકો માટે ‘લીલો’ કલર છે. મધ્યમ કુપોષિત માટે ‘પીળો’ અને અત્યંત કુપોષિત માટે ‘લાલ’ કલરની ઓળખ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો