તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળલગ્ન અટકાવવા બાળ સુરક્ષા એકમ કાર્યરત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને છોકરાના લગ્ન 21 વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળલગ્ન અટકાવવા જરૂરી છે. આપના વિસ્તારમાં,ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન થતાં જોવા મળે તો સામાજીક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે તેની જાણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચા મો.નં-8866541698, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હેમલતાબેન ગંજી મો.નં-8154918124, કાનૂની સહ પ્રોબેશન અધિકારી બિનાબેન પટેલ મો.નં- 9904933433, સુરક્ષા અધિકારી-બિન સંસ્થાકીય અધિકારી પ્રિતેશભાઇ પટેલ મો.નં-8153076297, ચાઇલ્ડ લાઇન-1098 તથા પોલીસ-100 ઉપર જાણ કરવી.

અન્ય સમાચારો પણ છે...