તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છપરા શાળાની કૃતિ રાજ્ય કક્ષાએ નવસારીનું પ્રતિનિધિત્વ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી ખાતે યોજાયેલા ઈન્સ્પાયર એવોર્ડ માનાંક પ્રદર્શન 2019માં પ્રસ્તુત થયેલી 116 કૃતિમાંથી નવસારી છાપરા પ્રાથમિક શાળાની ‘3ઈન વન સિક્યુરિટી’ કૃતિએ ટોચ 12 કૃતિમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈન્સ્પાયર એવોર્ડ માનાંક પ્રદર્શનમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનની કૃતિ ઓનલાઈન સબમીટ કરવાની હોય છે. જેમાં નવસારી જિલ્લામાં કુલ 116 કૃતિનું રજિસ્ટ્રેશન થયું હતું. જેઓનું પ્રદર્શન ડાયટ નવસારી ખાતે યોજાયું હતું. છપરા શાળાની નરિશ્મા કલસિયાએ વાવાઝોડુ, આગ લાગવી તથા પૂર જેવી આપત્તિઓ સામે કેવી રીતે પોતાનો બચાવ કરવો તેનો વિચાર પોતાના પ્રોજેકટ દ્વારા મૂક્યો હતો. આ કૃતિનું માર્ગદર્શન શાળાના શિક્ષક શૈલેષકુમાર ટંડેલે કર્યું હતું.

છપરા પ્રા.શાળાની કૃતિ જે રાજ્યકક્ષાએ નવસારીનું પ્રતિનિધિત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...