તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કબ્રસ્તાન પાસે વર્ષો જૂના વૃક્ષનું કટિંગ કરવા આવેદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના દશેરા ટેકરી સ્થિત મિશ્રશાળા નં.10ની પાછળ આવેલા કબ્રસ્તાન પાસે વર્ષો જૂના વૃક્ષો ચોમાસાની ઋતુ માં ભયજનક બન્યા હોય આ વૃક્ષનું યોગ્ય કટિંગ કરીને આ વિસ્તારને ભયરહિત બનાવવા માટે સોમવારે નવસારી નગરપાલિકાનાં ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અને તાત્કાલિક કામગીરી કરવા જણાવ્યું હતું.

દશેરા ટેકરી વોર્ડ નં.11માં સરદાર છાત્રાલય પાછળ રહેતા લોકોએ સોમવારે નવસારી પાલિકાના ચીફ ઓફિસરને તેમના વિસ્તારોમાં આવેલા જૂના વૃક્ષ ભયજનક થયા હોય કોઈ દુર્ઘટનાનું નિર્માણ થાય તે પહેલા યોગ્ય રીતે કટિંગ કરવા માટે લેખિતમાં જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે મિશ્રશાળા નં. 10 પાછળ અને પશુ દવાખાનાની પાછળ મુસ્લિમ કબ્રસ્તાન આવેલું છે, જેમાં ઘણા વર્ષો જૂના વૃક્ષો આવેલા છે જે ચોમાસામાં ધરાશાય થાય તો લોકોને મુશ્કેલી પડે એમ છે. આ બાબતે કબ્રસ્તાનના વહીવટીકર્તા સાથે વાતચીત કરી છે છતાં કોઈ હલ ન આવતા ચીફ ઓફિસરને અરજ કરવાની ફરજ પડી છે. આ વૃક્ષોનું સત્વરે યોગ્ય કાપણી કરવા માટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...