તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદોત્સવ કોઈનો મરણોત્સવ ન બનવો જોઈએ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રી શ્વે. મૂ.પૂ. જૈન સંઘ ચીખલીમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતોની પાવન પધરામણી થતા સમસ્ત જૈન પરિવારોમાં આનંદોત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતું. પૂજ્ય પંન્યાસજી ભગવંત બે દિવસની સ્થિરતા કરી 16મી જાન્યુઆરીએ ટાંકલના નૂતન જીનાલયમાં દેવ-દેવીઓની પધરામણી કરાવી પ્રતિષ્ઠાના મહોત્સવમાં હાજરી આપશે. ચીખલી જૈન સંઘમાં બે દિવસનો સત્સંગ કાર્યક્રમ શરૂ થયો હતો. આ પ્રસંગે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રવચનધારા વહાવતા જણાવ્યું હતું કે ઉત્સવની ઉજવણી નિર્દોષ અને નિરપરાધી જીવોની પજવણી બનવી ન જોઈએ. આનંદોત્સવ કોઈનો મરણોત્સવ ન બનવો જોઈએ.

કોઈની પણ ઉડાઉન સંપ વગર શક્ય બનતી નથી. પતંગ અને દોરીનો પ્રેમ જ આકાશને આંબવાની શક્તિ પ્રદાન કરે છે. આપણા સંબંધો પણ પતંગ અને દોરી જેવા છે. જીંદગીને જીવવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈએ દોરી. ઉત્તરાયણનું પર્વ પરિવાર, સમાજ, સંસ્થા અને રાષ્ટ્રને (આપણને) એજ કહે છે સંપીને રહો. સંગઠન ત્યાંજ શક્તિ છે. વિઘટન ત્યાં વિનાશ છે. માણસ જ્યારે ખુબ ખુશ હોય ત્યારે આસમાનમાં પતંગની જેમ ઉડે છે પણ જ્યારે સંયોગો પલટાયને ખુશીમાંથી નાખુશીમાં આવી જાય ત્યારે પતંગની જેમ આકાશમાંથી સીધો ગુલાટ ખોઈ ભોંય પર પછડાય છે. આવા સમયે પ્રેમ અને વાત્સલ્યરૂપી ઠુમકા મારી માણસને ઉપર લઈ જાઓ. કપાયેલો અને ફાટેલો પતંગ ઉડી શકતો નથી. તોફાનો અને સંકટોથી ડર્યા વિના તમારી ગતિને અવરોધો નહીં પતંગ કપાઈ ન જાય એ માટે ઢીલ મુકવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો