તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન : કોરોનાની અફવાફેલાવશો તો ગુનો દાખલ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સામે તકેદારી રાખવાના નુસખા સોશિયલ મીડિયામાં વાયરલ થવા ઉપરાંત ખોટા અને ગેરમાર્ગે દોરનારા મેસેજ પણ ફરી રહ્યા છે. કોરોનાની સાવચેત રહેવા માટે લોકો હેન્ડ સેનેટાઇઝર બનાવવાના જુદા જુદા વીડિયો મૂકી રહ્યા છે. કેટલાક લોકો ડુ એન્ડ ડોન્ટની ઇમેજ પણ અપલોડ કરે છે. જોકે, અફવા ફેલાવતા લોકોની સંખ્યા પણ ઓછી નથી. ખોટા મેસેજ ફેલાવી જેતે વસ્તુથી કોરોના થતો હોવાનો ભય ફેલાવનારાઓ સામે નવસારી એસપી ડાે. ગિરીશ પંડ્યાએ લાલ આંખ કરતા જણાવ્યું છે કે, લોકોને ગેરમાર્ગે દોરી ભય ફેલાવે તેવા કોરોનાને લગતા કોઇ પણ મેસેજ સોશિયલ મીડિયામાં ફેલાવશે તેની સામે ગુનો દાખલ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચની કંપની અને નેત્રંગમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ હોવાના ફેક મેસેજ સોશિયલ મીડિયા પર વહેતા થતાં ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર ચૂડાસમાએ બુધવારે પત્રકાર પરિષદમાં ફેક મેસેજ ફેલાવનાર સામે ગુનો નોંધાશે તેવું જાહેર કરવું પડ્યંુ હતું.

ખોટા મેસેજ ફેલાવનારાઓને SPની તાકીદ

અન્ય સમાચારો પણ છે...