તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોવીસી શાળામાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નિયામક રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર પ્રેરિત શિક્ષણ અધિકારી કચેરી નવસારી તથા રોજગાર વિનિમય કચેરી નવસારીના ઉપક્રમે કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી આર.ડી.પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસીમાં શિક્ષણાધિકારી રોહિતભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. શિક્ષણાધિકારી રોહિતભાઈ ચૌધરીએ રીબીન કાપી ધો. 10 અને 12 પછીના શૈક્ષણિક અને વ્યવસાયિક અભ્યાસક્રમોનું તથા પુસ્તકોનું અને ટૂંકી પ્રેરણાત્મક ફિલ્મોનો ઉદઘાટન કર્યું હતું. કબીલપોર ચોવીસી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ અજીતભાઈ દેસાઈ, મંત્રી ઓમપ્રકાશ અગ્રવાલે શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને ધો. 10 તથા 12 પછી કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થઈ શકે તે માટે અભ્યાસક્રમોનું પ્રદર્શન, પુસ્તક પ્રદર્શન તથા મલ્ટીમિડિયા દ્વારા ટૂંકી ફિલ્મ શો નિહાળવાનું આયોજન કરી ધો. 9થી 12ના 675 વિદ્યાર્થીઓ તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 60 શિક્ષક મિત્રોએ પ્રદર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...