તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખોનો વેરો નહીં ભરનારા કોમ્પલેક્સની આકરણી રદ કરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીના બનાતવાલા સ્કૂલ પાસેના શોપિંગ સેન્ટરની લાખો રૂપિયાની વેરાની આવક બાકી હોય તેની આકારણી રદ કરવા પાલિકાના વિપક્ષ કોંગ્રેસે રજૂઆત કરી છે.

નવસારીની બનાતવાલા સ્કૂલ પાસે એક શોપિંગ સેન્ટર બન્યું છે. આ શોપિંગ સેન્ટરનો લાખો રૂપિયાનો વેરો બાકી હોવાની જાણકારી બહાર આવી છે. આ બાકી વેરાની વસૂલાત માટે પાલિક કડક પગલાં લેતી ન હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. આજે શુક્રવારે આ મુદ્દે પાલિકાના વિપક્ષ કોંગ્રેસ મેદાનમાં આવી હતી.

નવસારી નગરપાલિકાના વિપક્ષી કોંગ્રેસી નેતા અયાઝ (અંજુમ) શેખ અને ધવલકીર્તિ દેસાઈએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં બનાતવાલા સ્કૂલ પાસેના શોપિંગ સેન્ટર નિલાંજન કોમ્પલેક્સનો 19 લાખનો વેરો બાકી હોવાનું જણાવી તેને નોટીસ આપી આકારણી રદ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત તેની મિલકત ઉપર બોજો દાખલ કરી આ કોમ્પલેક્સને આપેલ નવસારી નગરપાલિકાના પાણી-ડ્રેનેજના કનેકશન રદ કરવા પણ જણાવ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે હાલમાં આ કોમ્પલેક્સ નજીક જ બેસી માછલી વેચનારી મહિલાઓને પાલિકા દ્વારા હટાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો