તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

31 માર્ચ સુધી દુરન્તો-હમસફર ટ્રેન રદ કરી દેવાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી રેલવે સ્ટેશન ઉપર કોરોના વાયરસ સામે રક્ષણ આપવા તમામ સુરક્ષાના બંદોબસ્ત કરાઇ રહ્યા છે. પરંતુ મુસાફરોની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જોવા મળી રહી છે. હાલ નવસારી રેલવે સ્ટેશન ઉપરથી મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા ઘટીને અડધોઅડધ થઇ ગઇ છે. જેની અસર ટ્રેન ઉપર પણ જોવા મળી રહી છે. હાલ પશ્ચિમ રેલવે દ્વારા 31 માર્ચ સુધી દુરન્તો અને હમસફર એક્સપ્રસ ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે.

કોરોના વાયરસ સામે ચાલી રહેલા અગમચેતીના ભાગરૂપ લેવાય રહેલા પગલાં અને COVID-19ને લઇ ઉદભવેલી પરિસ્થિતિ વચ્ચે ટ્રેનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી રહી છે.જેના કારણે ટ્રેનોમાં મુસાફરો ઓછાં મળતાં પશ્ચિમ રેલવેએ મુંબઇથી ઉપડતી દુરન્તો એક્સપ્રેસ અને હમસફર ટ્રેનના અપ અને ડાઉન શિડ્યુલ 21 માર્ચથી 10 દિવસ દરમિયાન રદ કરી દીધાં છે.21થી 31 માર્ચ દરમિયાન ટ્રેન રદ કરવામાં આવી હોવાનું પશ્ચિમ રેલવેના પરિપત્રમાં જણાવાયું છે.આ ટ્રેનમાં રિઝવેશન કરાવી ચૂકેલા મુસાફરોને ટ્રેન કેેેન્સેલેશનની જાણ કરવા સૂચના અપાઇ છે. પશ્ચિમ રેલવેના ચર્ચગેટ હેડક્વોર્ટર દ્વારા કોરોના કોવિડ-19ના કારણે દુરન્તો અને હમસફર ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા ખુબજ ઓછી રહેતા આ બંન્ને ટ્રેનો ચાલૂ સપ્તાહ દરમિયાન આવતી જતી બંધ કરવાનો પરિપત્ર તમામ રેલવે સત્તા‌વાળાઓને મોકલવામાં આવ્યો છે.જેમાં મુંબઇથી ઉપડતી ટ્રેન નં.12227,MMCT-INDB દુરન્તો એક્સપ્રેસ જેસીઓ 21,26 માર્ચ થી 28 માર્ચનું શિડ્યુલ સંપુર્ણ રદ કરાયું છે.ટ્રેન નં.12228 INDB-MMCT દુરન્તો ટ્રેન પણ જીસીઓ 22 માર્ચ, 27 માર્ચ, 29 માર્ચનું શિડ્યુલ પૂર્ણ રીતે બંધ કરાયું છે.ટ્રેન નં.22923-22924 BDTS-JAM-‌‌‌‌‌‌ ‌‌‌BDTS(જામનગર)હમસફર ટ્રેેન જેસીઓ 21 થી 31 માર્ચ સુધી કેન્સલ કરવામાં આવી છે.ટ્રેન નં.12239-12240 MMCT-JP-MMCT દુરન્તો એકપ્રેસ 21 થી 31 માર્ચ સુધી રદ,ટ્રેન નં.22209-22210 MMCT-NDLS-MMCT દુરન્તો એક્સપ્રેસ પણ 21થી 31 માર્ચ સુધી રદ કરાઇ છે.ટ્રેન નં.19317-19318 INDB-PURI-INDB હમસફર એક્સપ્રેસ ટ્રેન 21 થી 28 માર્ચ સુધી સંપૂર્ણ રદ કરી દેવામાં આવી હોવાનું મુંબઇ હેડક્વોર્ટર પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું છે.

રેલવે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 50 કરાયો

કોરોના વાઇરસને લઈને પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવાના પ્રયાસના ભાગ રૂપે નવસારી રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂ.10થી વધારીને રૂ.50 કરવામાં આવ્યો છે. જેને લઈને રેલવે સ્ટેશન ઉપર રેલ યાત્રીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિઓની અવર જવર રોકવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો માત્ર કોરોના વાયરસને અટકાવવા પૂરતો અમલમાં હોવાનું રેલવેએ જણાવ્યું હતું.

મુસાફરોમાં ડર ઘર કરી રહ્યો છે

નવસારી રેલવે સ્ટેશન પણ હવે મુસાફરની સંખ્યા ઘટી રહ્યાનું જણાઇ રહ્યું છે. અમારી સાથે મુસાફરી કરનારા ઘણા મિત્રો રજા પર છે. કેટલીક સંસ્થાઓમાં રજા પણ જાહેર કરાઇ છે. મુસાફરોમાં કોરોનાનો ડર ઘર કરી રહ્યો છે. > કમલેશ ભાનુશાલી,મુસાફર, રેલવે

કોવિડ19થી ટ્રેનમાં મુસાફરો ઓછાં થયા

પશ્ચિમ રેલવે દ્વારા દુરન્તો એક્સપ્રેસ અને હમસફર ટ્રેનના 21 થી 31 માર્ચ સુધીના અપડાઉન શિડ્યુલ રદ કર્યા છે. આ ટ્રેન આ પરિપત્રમાં નિર્દિષ્ટ સમયગાળા દરમિયાન કેન્સલ કરાઇ છે.COVID-19ના કારણે ઉદભવેલા સંજોગોના કારણે આ ટ્રેનમાં Low Occupancyઓછાં મુસાફરોને લઇ આ ટ્રેન રદ કરાઇ છે.
> અનુકુમાર ત્યાગી,એઆરએમ
અન્ય સમાચારો પણ છે...