તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંડરગ્રાઉન્ડ થયેલા વઘઇ તાલુકા પંચાયતના ભાજપ-કોંગ્રેસના સભ્ય રાજાપાઠમાં ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઘઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા ભાજપા-કોંગ્રેસના બે સભ્યો 31મી ડિસેમ્બરની ઉજવણી કરી સેલવાસથી ભીલાડ પરત ફરતી વખતે ઝડપાઈ જતા પોલીસ અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન પર છોડી મુકતા આ ઘટનાએ ડાંગના રાજકારણમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

વઘઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં કોંગ્રેસી સભ્યો અને ભાજપી સભ્યો મળી કોંગ્રેસી તાલુકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભાજપા-કોંગ્રેસના કેટલાક સભ્યો શરાબ-કબાબના શોખીન હોય 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા સેલવાસ ગયા હતા ત્યાંથી બોલેરો જીપ (નં. જીજે-6-બીક્યુ-5494)માં પરત ફરી રહેલા વઘઈ તાલુકાના ભાજપી સભ્ય મંગલેશભાઈ ભોયે (રહે. સાકરપાતળ, તા. વઘઈ) તેમજ કોંગ્રેસી સભ્ય રામજભાઈ ધુમ (રહે. બોરીગાંવઠા, તા. વઘઈ) તેમજ જીપ ચાલક મહેશ દેશમુખ (રહે. સાકરપાતળ, તા. વઘઈ)ને ભીલાડ પોલીસે ચેકિંગ ...અનુ. પાના નં. 2

વઘઈ તા.પં.ના પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવામાં બે સભ્યોની મહત્ત્વની ભૂમિકા
વઘઈ તાલુકા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન છે અને લલિતાબેન ગાવિત તાલુકા પંચાયતના પ્રમુખ છે. તાલુકાના 16 સભ્યો પૈકી 11 કોંગ્રેસના અને 5 ભાજપના સભ્યો છે. તાલુકા પં. પ્રમુખ સામે મંગલેશ ભોયે (ભાજપ) અને રામજ ધુમ (કોંગ્રેસ)એ ભેગા મળીને અવિશ્વાસની દરખાસ્તમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસના સાત સભ્યોને ભાજપ પોતાના પક્ષમાં કરી લેવાની પેરવીમાં છે અને તેથી જ વઘઈ તાલુકામાં સત્તા માટે કશ્મકશ ચાલી રહી છે. જોકે મંગળવારે પ્રમુખ લલિતાબેન આ અવિશ્વાસની દરખાસ્ત સામે સ્ટે મેળવવાની તજવીજ કરે તેવી શક્યતા છે ત્યારે મંગલેશ અને રામજ ધુમ પ્રોહિ. કેસમાં પકડાયાની બાબતે વઘઈના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. રાજકીય આકાઓએ પણ તેમને સહકાર આપ્યો ન હતો ત્યારે તા.પં.માં કોનું શાસન રહેશે એ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...