તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરા ઇકો ગાડીએ બાઈકને અડફેટે લેતા ચાલકને ઈજા પહોંચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા વાંકા મહોલ્લા પાસે ઇકો ગાડીએ બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકને ઇજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઇકોની ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો ગાડી પલટી મારી હતી.

મઝહર હિંગોરાએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના કાકા અશરફ હિંગોરા બાઈક (નં. જીજે-21-એસી-7617) ઉપર સવાર થઈને વાંકા મહોલ્લા પાસેથી જઈ રહ્યા હતા. તે સમયે પાવર હાઉસ નજીક સામેથી આવતી ઇકો કાર (નં. જીજે-21-બીસી-3838)ના ચાલકે બાઇક પર સવાર અશરફભાઈને અડફેટે લેતા તેઓ રસ્તા ઉપર ફંગોળાયા હતા. જે ટકકરના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ઇકોની ટક્કર એટલી જબરજસ્ત હતી કે પલટી મારી ગઈ હતી. કાર ચાલક જીતેન્દ્ર પટેલને ઇજા પહોંચી હતી. બાઈક ચાલક અશરફભાઈ હિંગોરાને સુરત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. કારચાલકને બીલીમોરા મેંગુષી હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી. આ ઘટના સંદર્ભે મઝહરભાઈ હિંગોરાએ બીલીમોરા પોલીસમાં ચાલક જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...