તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિરમાં સેવા આપતા ભરૂચનાં સ્વયંસેવકનું કરંટ લાગતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાં ગ્રીડ ખાતે હાલ સ્વામીનારાયણ મંદિરનું નિર્માણનું કામ ચાલું છે, જેમાં ભરૂચથી સ્વૈચ્છીક સેવા આપવા આવેલ સ્વયંસેવકને કામ કરતી વેળાએ અચાનક ઇલેકટ્રીકલ કરંટ લાગ્યો હતો. જેને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં સ્વામીનારાયણ મંદિરમાં સેવા કરવા આવેલ સ્વયંસેવકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

નવસારીનાં ગ્રીડ ખાતે સ્વામીનારાયણ મંદિર-નાની ચોવીસી વિસ્તારમાં નવનિર્માણ પામી રહ્યું છે. જેમાં સ્વૈચ્છિક સેવા આપવા માટે દક્ષિણ ગુજરાતનાં 50 થી વધુ સ્વયંસેવકો ઘણા સમયથી સેવા આપી રહ્યાં છે. જેમાં ભરૂચ ખાતે રહેતા સંજય પરસોતમભાઇ પટેલ (ઉ.વ.61) પણ મંદિરનાં નિર્માણમાં સેવા આપવા માટે ઘણા વખતથી આવ્યા હતાં. તેઓ રવિવારના રોજ સાંજે સ્વામીનારાયણ મંદિર કેમ્પસમાં ડ્રીલ મશીન વડે કામ કરી રહ્યાં હતાં. ત્યારે મશીનમાંથી જીવંત વાયર અચાનક તુટીને સંજયભાઇ પટેલનાં હાથ પર પડ્યો હતો. જેથી સંજયભાઇ ગભરાઇને બેભાન થઇ ગયા હતાં.

આ ઘટના બાદ મંદિરનાં અન્ય સેવકો દ્વારા સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જો કે ટૂંકી સારવાર બાદ સ્વયંસેવક સંજય પટેલનું કરૂણ મોત થયું હતું.

ઘટનાની જાણ મંદિરમાં સેવા આપતા ભૂપેન્દ્ર પરસોતમભાઇ અમીન (રહે.જલાલપોર) દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ મથકે કરી હતી.

જેમાં સંજયભાઇ પટેલને આકસ્મિક રીતે કરંટ લાગતા મોત થયાની ફરીયાદ નોંધાવી હતી. નવસારી સ્વામીનારાયણ મંદિરે સેવા આપતા સંજયભાઇ પટેલનાં પરીવારજનોને તેમનો મૃતદેહ સોંપ્યો હતો. તે વેળા સ્વયંસેવકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. વધુ તપાસ વુમન પો.સઇ એસ.બી.ટંડેલ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...