તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભક્તાશ્રમના વાર્ષિક પારિતોષિક અને ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | જીવનમાં પડકારો અને સંઘર્ષો હોય જ છે. તેમાંથી સફળ થવાથી ચાવી પોતે પોતાના સારથી બનીએ એમાં રહેલી છે. ઉપરોક્ત શબ્દો સુરતના નિવૃત્ત આચાર્યા પ્રજ્ઞા દીપક વશીએ ઉચ્ચાર્યા હતા. ભક્ત પાટીદાર કેળ‌વણી મંડળ સંચાલિત આશ્રમશાળા ભક્તાશ્રમનો વાર્ષિક ઈનામ વિતરણ અને ધો. 8, 10-12ના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ ભક્તાશ્રમના મધ્યસ્થ હોલમાં પ્રજ્ઞાબેન વશીએ અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમારંભમાં વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળા તથા વાલીમંડળ તરફથી પ્રતીક ભેટ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શાળાને સ્પીકર અને એમ્પ્લીફાયર યાદગીરીરૂપે ભેટ આપી હતી. શાળાના આચાર્ય પરિમલભાઈ પટેલે મુખ્ય મહેમાનોનો પરિચય તથા પ્રાસંગિક વાતો કરી હતી. શાળાના શિક્ષકો અરનવાઝ દસ્તુર, જાગૃતિબેન પટેલ તથા શહેઝાદ દસ્તુરે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે આશીર્વચનો પાઠવ્યા હતા. વિદાય લેતી વિદ્યાર્થીઓ પૈકી ચાર્મી શાહ તથા શિવાનીએ તેમના શાળા જીવનના પ્રતિભાવો આપ્યા હતા. વિદ્યાર્થીઓને ‘હું જ મારો સારથી’ વિષય ઉપર વિવિધ વાર્તા તથા કવિતાના ઉદાહરણ દ્વારા રસાળ પ્રેરણા પ્રજ્ઞાબેન વશીએ આપી હતી.

આ કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિનીઓ પાયલ, પટેલ, વિરાલી શાહ, પ્રાચી તથા માનસીએ કર્યું હતું. શાળાના વાર્ષિકોત્સવની ઉજવણીની ઉદઘોષણા વ્યોમા આહીર તથા અરનવાઝ દસ્તુરે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો