• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Navsari News Bhagavata Dharma Is Confirmed By A Transcendental Saint Like Mahant Swami And Reveals The Gate Of Liberation Pu Paramy Swami 065159

મહંતસ્વામી જેવા ગુણાતીત સંત દ્વારા ભાગવત ધર્મની પૃષ્ટિ થાય તથા મોક્ષનું દ્વાર ઉઘડે છે : પૂ. પરમયોગીસ્વામી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | પ્રગટ ગુરૂહરિ પૂ. મહંતસ્વામી મહારાજ જેવા ભગવાનના એકાંતિક સંતના પ્રસંગ થકી ભાગવતધર્મનું પોષણ થાય છે. આવા એકાંતિક સંતના સમાગમથી મોક્ષનું દ્વાર પણ ખુલ્લુ થાય છે. આપણે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ તથા ગુરૂહરિ મહંતસ્વામી મહારાજનો દૃઢ આશરો કરવો. એમના વિશે દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ અને દૃઢ પ્રીતિ રાખવી. એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું. આપણે તો આલોકના વિષયો-પદાર્થો મેળવવામાં જ રચ્યાપચ્યા રહેતા હોઈએ તેથી સદપુરૂષ વિશે દૃઢ પ્રીતિ થતી નથી. ધીરજ રાખી દાસાનુદાસ ભાવે નિત્ય સત્સંગ કરતા રહીશું તો અક્ષરધામની પ્રાપ્તિનું લક્ષ સિદ્ધ કરી શકીશું. ઉપરોક્ત શબ્દો પૂ. પરમયોગી સ્વામીએ નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ સભાને સંબોધતા ઉચ્ચાર્યા હતા. પૂ. પરમયોગી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના પરાવણીના ગ્રંથ વચનામૃતને આધારે નિત્ય સત્સંગ કરી કામ, ક્રોધાદિક સ્વભાવદોષો ટાળવાના પ્રયત્નો કરવાની હાકલ કરી હતી. આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત જીવન બનાવી એવી સ્વામી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના ગુજારી હતી. પ.ભ. પ્રવિણભાઈ પટેલે શ્રીજી મહારાજના સમયના સેવા પારાયણ સમર્પિત હરિભક્ત કડિયા રત્ના ભક્તનું આખ્યાન રજૂ કરી એમના જેવા ભક્ત બનવા સમજાવ્યું હતું. દિપકભાઈ પટેલે આ પ્રસંગે કિર્તન રજૂ કરી સૌને કિર્તન ભક્તિમાં જોડી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...