તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામીત સમાજની પ્રથમ ટુર્ના.માં બારતાડ(ઉ) ઈલેવનનો વિજય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વખત યોજાયેલી નવસારી જિલ્લા ગામીત સમાજની ટુર્નામેન્ટમાં બરતાડ(ઉ)નો વિજય થતા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

સમાજના યુવાધનને ભણતર સાથે રમતગમતમાં પ્રોત્સાહન મળે તે ઉદ્દેશથી નવસારી જિલ્લા ગામીત સમાજ દ્વારા પ્રથમ વખત મર્યાદિત ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા ગામીત સમાજના પ્રમુખ અશ્વિન ગામીતે ઉદઘાટન પ્રસંગે સમાજના લોકો એકજૂથ થઈ આગળ આવવા સાથે યુવાનો વ્યસન મુક્ત બને તેમજ સમાજમાં શિક્ષણ અને આરોગ્ય બાબતે આગળ આવે તેવી હાંકલ કરી હતી. ગામીત સમાજની ટુર્નામેન્ટમાં નવસારી જિલ્લાની 22 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ બરતાડ(ઉ )ઈલેવન અને ઉનાઈ ચરવી ઈલેવન પહોંચતા બરતાડ ઇલેવો 8 ઓવરમાં 63 રન બનાવતા જીત માટે ઉતરેલી ઉનાઈ ચરવી ઈલેવન 52 રન સુધી પહોંચી શકતા બારતાડ (ઉ) ઈલેવનનો વિજય થયો હતો. ટુર્નામેન્ટના વિજેતાને પ્રમુખ અશ્વિનભાઈ, ઉપપ્રમુખ કમલેશભાઈ, રતિલાલભાઈ, રોહિતભાઈ, રણજીતભાઈ તેમજ ગામીત સમાજના યુવાનોની ઉપસ્થિતિમાં ટ્રોફી તેમજ રોકડ ઇનામ વિતરણ કરાયું હતું.

વિજેતા બારતાડ(ઉ) ઈલેવન ટીમના ખેલાડીને ટ્રોફી અર્પણ કરતા અગ્રણીઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો