તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદા મહર્ષિ સદાફલદેવ આશ્રમ વાંસીયા તળાવ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | વાંસદા તાલુકાના વાંસીયા તળાવ ખાતે આવેલ મહર્ષિ સદગુરુ સદાફલદેવ આશ્રમમાં સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજના જન્મ દિવસ નિમિત્તે દર વર્ષે સમસ્ત વિશ્વમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સંતપ્રવર વિજ્ઞાનદેવજી મહારાજના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ દંડકવન આશ્રમ ખાતે યોજાયો હતો. જેમાં વિહંગ યોગ સત સમાજ ગુજરાતના ગુરુભાઈઓ અને બહેનોએ ભાગ લઈ 47 બોટલ રક્તદાન કર્યું હતું. આ સાથે વિશ્વ શાંતિ વૈદિક હવન, યજ્ઞ અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...