તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદામાં બોર્ડની પરીક્ષા સમયે સ્કૂલ પાસે બે ઝેરોક્ષ સેન્ટર ચાલુ દેખાતા સીલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદામાં બોર્ડની પરીક્ષા દરમિયાન હાઇસ્કૂલ નજીક આવેલ ઝેરોક્ષ સેન્ટરો કલેક્ટરના જાહેરનામા બાદ પણ ચાલુ દેખાતાં ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીના નજરે ચડતાં બે દુકાનોને સીલ મારી દીધી હતી.

હાલે સમગ્ર ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે દરેક જિલ્લાના કલેકટર દ્વારા બોર્ડની પરીક્ષા દરમિયાન જે સ્કૂલોમાં પરીક્ષા ચાલી રહી હોય તે સ્કૂલથી 100 મીટરમાં આવતાં ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવાનું જાહેરનામું પાડવામાં આવ્યું હતું. બુધવારે વાંસદા ખાતે આવેલી પ્રતાપ હાઇસ્કૂલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી અને હાઈસ્કૂલ નજીક આવેલી પૂજા ઝેરોક્ષ અને મારુતિ ઝેરોક્ષની દુકાન ખુલ્લી હતી. તે દરમિયાન ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી. ભૂસારા વાંસદાની પ્રતાપ હાઈસ્કૂલમાં આવતા તેમની નજર આ બંને નજર દુકાનો પર પડી હતી. તેમણે રૂબરૂ જઈ દુકાનો કેમ ખુલ્લી રાખી એવું પૂછતા દુકાનદારોએ અમને દુકાનો બંધ રાખવા માટે કોઈ લેખિત કે મૌખિક સૂચના અપાઈ ન હોવાનું જણાવ્યું હતું. ડાંગ ડીઈઓએ કલેક્ટરના જાહેરનામાનાં આધારે આ બંને ઝેરોક્ષ સેન્ટરની દુકાનને સીલ મારી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો