તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીની ભક્તાશ્રમ શાળામાં કલા ઉત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીની ભક્તાશ્રમ શાળામાં ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે ડીઈઓ કચેરી દ્વારા ક્યુડીસી-105 લેવલની વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં નવસારીની 16 શાળાઓએ ભાગ લઈ ગાંધી જયંતીની અનોખી ઉજવણી કરી હતી. માધ્યમિક વિભાગની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ મિશા પટેલ (કોન્વેન્ટ સ્કૂલ), દ્વિતીય મયુરી ગડિયલે (જેસી હાઈસ્કૂલ), વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ધવલ મોરે (ભક્તાશ્રમ), દ્વિતીય રાજ દેસાઈ (સર જે.જે. અં.મા.), નિબંધ સ્પર્ધામાં કામ્યા પટેલ (ભક્તાશ્રમ), દ્વિતીય ભૂમિકા કુમાવત (ભક્તાશ્રમ), કાવ્ય લેખનમાં પ્રથમ દેવ પટેલ (કોન્વેન્ટ ), દ્વિતીય હેત્વી પટેલ (વીવીપીપી વિદ્યાલય), જ્યારે ઉ.મા. વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ઉર્વી શર્મા, દ્વિતીય કુંજ રબારી, વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ દૃષ્ટિ પટેલ (સર જે.જે. હાઈસ્કૂલ અં.મા.), દ્વિતીય ક્રમે માનસી કાકાસનીયા (ભક્તાશ્રમ), નિબંધ સ્પર્ધામાં પ્રથમ સૃષ્ટિ મહેતા (સર જે.જે. હાઈસ્કૂલ અં.મા)), દ્વિતીય ખુશી ગાંધી (કોન્વેન્ટ), કાવ્ય લેખન સ્પર્ધામાં પ્રથમ શિવલગીરી ગૌસ્વામી (કોન્વેન્ટ) અને દ્વિતીય ક્રમે માર્ગી શેઠ (સર જે.જે. હાઈસ્કૂલ અં.મા) વિજેતા બન્યા હતા. સ્પર્ધકોને શાળા સંચાલક મંડળના પ્રમુખ સુધીરભાઈ ભક્ત, મંત્રી ભાસ્કરભાઈ ભક્ત, શાળાના કેમ્પસ ડિરેકટર ધર્મેશભાઈ કાપડિયા, આચાર્ય પરિમલભાઈ પટેલ સહિત એ આશીર્વચનો આપ્યા હતા. સ્પર્ધાનું સંચાલન શિક્ષિકા મમતાબેન પટેલ, રઘુવીર ચૌધરી, અંકિતમભાઈ ત્રિવેદી, નાઝનીન તારાપોરવાલા, અરનાવાઝ દસ્તુર તેમજ સમગ્ર શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...