તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિરડી જતાં બરોડાના પદયાત્રી ઉનાઇ પહોંચ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડાના સાંઇસમર્થની ગ્રુપના 50થી વધુ યુવાનોએ છેલ્લા 4 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં શિરડી સાંઈબાબાનો સાયકલ પ્રવાસ ખેડી રામનવમીના દિવસે બાબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. આ વર્ષે પણ પાંચમી વખત સાયકલ પ્રવાસ ખેડતા દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નવરાત્રીમાં શક્તિ સ્વરૂપ ઉષ્ણઅંબા(ઉનાઈ)માતાજીના દર્શન કર્યા હતા. આ ભક્તો બપોરે થોડોક આરામ કરી શિરડી માટે સાયકલ પ્રવાસ ખેડતા સાંઈબાબાની જયકારો બોલાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...