તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી હાઈસ્કૂલમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારી જિલ્લાની શ્રેષ્ઠ શાળા અને રાજ્યની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવનાર શેઠ હિરાલાલ છોટાલાલ પારેખ નવસારી હાઈસ્કૂલમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ શાળાની ભૂતપૂર્વ શિક્ષિકા આશાબેનની અધ્યક્ષતામાં યોજાયો હતો. પ્રમુખ ગિરીશભાઈ દેસાઈ, મંત્રી તુષાર દેસાઈ, મુખ્ય મહેમાન આશાબેન, ટ્રસ્ટી ડો. મધુરીકાબેન નાયક, રમણભાઈ પટેલ, દાતા રમેશભાઈ દેસાઈ, પ્રા. જશુભાઈ નાયક વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. શાળાની પ્રવૃત્તિઓનો અહેવાલ નિમિષાબેન ઠાકોરે રજૂ કર્યો હતો. મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓએ હસ્ત લિખિત અંક ‘અંશ’નું વિમોચન કરાયું હતું. આ સમારંભમાં અતિથિવિશેષ આશાબેને સરસ્વતિ વંદનાના શ્લોક સમજાવતા કહ્યું કે શ્વેત વસ્ત્રધારી દેવીને બ્રહ્મા, વિષ્ણુ નમન કરે છે. આપણી બુદ્ધિના જડપણાને દૂર કરે છે. શિક્ષકોના વિચાર વાણી સાત્વિક હોવા જોઈએ, જેથી વિદ્યાર્થી સ્વીકાર કરી શકે. મનુષ્યના જીવનમાં વિદ્યાનું ખુબ મહત્ત્વ છે. વિદ્યાવિહિન નર પશુ સમાન હોવાનું જણાવ્યું હતું. શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓ, ઈત્તર પ્રવૃત્તિમાં સિદ્ધિ મેળવનારાઓને રોકડ પુરસ્કાર, મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું. શાળાના સુપરવાઈઝર રામુભાઈ ચૌધરીએ આભારદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો